સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં નેશનલ હાઇવે પર હોટલમાં ફાયરિંગની ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. અહીંયા નેશનલ હાઇવે પર આવેલી શ્રીજી હોટલમાં એક શખ્સ આવ્યો હતો અને અચાનક તેણે ફાયરિંગ કરી દીધું હતું. જાેકે, આ ઘટનાને ૪૮થી વધુ કલાકનો સમય વીતી ગયો હોવાની શક્યતા છે. દરમિયાનમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાવની વિગતો એવી છે કે સાયલામાં નેશનલ હાઇવે પર ૧૦મી માર્ચની ઘટના છે. આ શખ્સ વીડિયોમાં જાેવા મળે છે તે મુજબ હોટલમાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ બંદૂક બતાવી અને પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરી દે છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી નથી. પોલીસ દ્વારા આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઝાલાવાડ પંથકમાં હથિયાર સંબંધી ઘટનાઓ સામાન્ય છે. અહીંયા લોકો પાસે ખાનગી હથિયારોની સંખ્યા ખૂબ છે. સામાન્ય રીતે હથિયાર વધારે હોવાથી આ પ્રકારની ઘટનાઓ છાશવાર બનતી રહે છે. દરમિયાન આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે, જાેકે, આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ નથી પરંતુ કાયદેસર હથિયારોથી પણ આ પ્રકારે ફાયરિંગ કરવું ગુનો બનતો હોય છે ત્યારે ખાનગી હથિયારોના પ્રકારના દુરઉપયોગના કારણે જિલ્લામાં વીડિયો ખૂબ વાયરલ થયો છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ તે જાેવું જ રહ્યું. દરમિયાન આ ઘટનાને ૪૮ કલાક વીતી ગયા હોવા છતાં અને વીડિયો વાયરલ થયો હોવા છતાં પોલીસે વ્યક્તિને શોધવાની જ તસ્દી નથી લીધી પરંતુ સુરેન્દ્રનગરની આ ઘટનામાં ફાયરિંગ કરનાર શખ્સનું આ હથિયાર લાયસન્સવાળું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જાેકે, હવે સમગ્ર મદાર પોલીસની કાર્યવાહી પર છે.