17, ઓગ્સ્ટ 2024
વિરપુર |
કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે.હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે મહિસાગર જીલ્લાના ડોક્ટર એસોસિયેશનના ડોકટરો સાઈલેન્ટલી વિરોધ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ત્યારે વિરપુર તાલુકામાં પણ ડોક્ટર એસોસિએશનના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો સવારથી જ વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોના ૩૩ જેટલા દવાખાનાઓ બંધ જાેવા મળ્યા હતા ત્યારે સવારથીજ દવાખાનાઓ બંધ પાળતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.