13, મે 2025
વોશિંગ્ટન |
ટ્રમ્પનો પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં ૫૯% સુધીનો ઘટાડો કરવાનો આદેશ
યુએસ સરકાર પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં ૫૯% ઘટાડો કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. અમેરિકામાં આવી દવાઓના ભાવ ઘટાડવા માટે ૩૦ દિવસની સમય મર્યાદા નક્કી કરાઇ છે. આ સંદર્ભમાં, ટ્રમ્પે સોમવારે એક વ્યાપક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જો કંપનીઓ ૩૦ દિવસમાં નિર્ણયનું પાલન નહીં કરવામાં આવે તો સરકાર દ્વારા તેમની પાસે પગલાં લેવાં આવશે તે નક્કી છે. GTRI એટલે કે ગ્લોનબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે તેના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટ મુજબ, આનાથી અમેરિકન દર્દીઓને ફાયદો થશે, પરંતુ દવા કંપનીઓ ભારત જેવા દેશોમાં કિંમતો વધારવા માટે દબાણ લાવી શકે છે. પેટન્ટ કાયદા કડક બનાવીને આ કરી શકાય છે.
ટ્રમ્પના આદેશમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયરના નેતળત્વા હેઠળના આરોગ્યો વિભાગને દવાના નવા ભાવ નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ કરાર ન થાય, તો એક નવો નિયમ અમલમાં આવશે જે યુએસમાં દવાઓ માટે ચૂકવવામાં આવતી કિંમતને અન્ય દેશોમાં ઓછી કિંમતો સાથે જોડશે. ટ્રમ્પે સોમવારે સવારે કહ્યું હતું કે, આપણે સમાન રહીશું... આપણે બધા સમાન ચૂકવણી કરીશું. યુરોપ જે ચૂકવે છે તે આપણે ચૂકવવા જઈ રહ્યા છીએ. ટ્રમ્પના એક્ઝિકયુટિવ ઓર્ડરની ખાનગી આરોગ્ય વીમા ધરાવતા અમેરિકનો પર શું અસર પડશે તે સ્પષ્ટ નથી.