રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈન અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
28, જુન 2025 વોશીંગટન   |   1881   |  

અમે અમારી ઈચ્છા પ્રમાણે જ કરીશું...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આયાત પર ફરીથી મોટા પાયે ટેરિફ લાદવાની ડેડલાઈન મુલતવી રાખી શકાય છે અથવા આગળ ધપાવી શકાય છે. હાલમાં, આ ડેડલાઈન 9 જુલાઈ સુધી નક્કી કરવામાં આવી છે. આ મામલે ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા આ ડેડલાઈન ઘટાડી શકે છે અથવા તો લંબાવી પણ શકે છે. આ બધું અન્ય દેશો સાથેની વ્યાપારિક વાટાઘાટો કેવી રીતે ચાલે છે તેના પર આધાર રાખે છે.

વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી. તેમણે કહ્યું, 'અમે જ્યારે ઇચ્છીએ ત્યારે નિર્ણય બદલી શકીએ છીએ. અમે ટેરિફ ડેડલાઈનને ને મુલતવી રાખી શકીએ છીએ અથવા ઘટાડી પણ શકીએ છીએ. હું ઉતાવળ કરીને બધાને સીધો પત્ર મોકલવા માંગુ છું કે અભિનંદન, હવે તમે 25% ટેક્સ ચૂકવી રહ્યા છો.'

ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025 માં લગભગ તમામ વિદેશી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ હેઠળ, જે માલ પર 10% થી વધુ ટેરિફ લાદવાનો હતો તેને 90 દિવસની છૂટ આપવામાં આવી હતી જેથી દરેક દેશ પરસ્પર વાટાઘાટો દ્વારા કરાર કરી શકે. આ ડેડલાઈન 8 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution