જીએસટી કલેકશન પાંચ વર્ષમાં બમણું, 22 લાખ કરોડ થયું
01, જુલાઈ 2025 નવિ દિલ્હી   |   2277   |  

કરદાતાઓની સંખ્યા આઠ વર્ષમાં 65 લાખથી વધી 1.52 કરોડ થઈ

ભારતની ગૂડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ ટેક્સ અંતર્ગત પાંચ વર્ષમાં ટેક્સ કલેકશન બમણુ થયું છે. ૨૦૨૦-૨૧માં ૧૧.૩૭ લાખ કરોડનું જીએસટી કલેકશન હતુ. તે પાંચ વર્ષમાં બમણું થઈ રુ. ૨૨.૦૮ લાખ કરોડ થયું છે.. આ કલેકશન બતાવે છે કે તેમા ગયા વર્ષની તુલનાએ ૯.૪ ટકાનો વધારો થયો છે.

આ પહેલાના નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક જીએસટી કલેકશન રુ. ૧.૬૮ લાખ કરોડ અને અગાઉના વર્ષે રૂ. ૧.૫૧ લાખ કરોડ હોવાનું નાણા મંત્રાલયે જણાવ્યું હતું. 1 જુલાઈ ૨૦૧૭ના રોજ લોન્ચ કરવામાં આવેલા જીએસટી કલેકશનને ૩૦ જુન ૨૦૨૫ના રોજ આઠ વર્ષ પૂરા થયા છે. આ ઉપરાંત જીએસટી કર પ્રણાલિમાં નોંધાયેલા ૧.૫૨ કરોડ વેપારીઓ તેના પરનો વિશ્વાસ બતાવે છે. જીએસટીનો પ્રારંભ થયો ત્યારે આ સંખ્યા ૬૫ લાખની હતી.

વર્ષ ૨૦૨૩-૨૪માં જીએસટી કલેકશન રુ. ૨૦.૧૮ લાખ કરોડ હતુ અને અગાઉના નાણાકીય વર્ષે રૂ. ૧૮.૦૮ લાખ કરોડ હતું. આ પહેલા ૨૦૨૧-૨૨માં જીએસટી કલેકશન રૂ. ૧૧.૦૭ લાખ કરોડ હતુ અને સરેરાશ માસિક કલેકશન રૂ. ૯૫,૦૦૦ કરોડ હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution