01, જુલાઈ 2025
ચેન્નાઈ |
1584 |
બચાવની કામગીરી ચાલુ, મૃત્યું આંક વધે તેવી શક્યતા
આજે સવારે તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગતાં 4 લોકોના મોત નિપજ્યાં હતા.જ્યારે પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરાઈ રહી છે. ફટાકડાની ફેક્રટીના વિસ્ફોટમાં મૃત્યું આંક વધે તેવી શક્યતાં વ્યક્ત કરાઈ રહી છે.
આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિરુધુનગર જિલ્લાના એસપીએ જણાવ્યું હતું કે શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અંદરથી ફટાકડા ફૂટવાના અવાજો સંભળાયા હતા. ઉલ્લેખનિય છે કે, શિવાકાશીમાં અનેક ફટાડડાની ફેક્ટરીઓ આવેલી છે. જ્યાં અનેક વખત આગ, બ્લાસ્ટ થવાની ધટનાઓ બની છે.