સતત બીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ધટાડો
01, જુલાઈ 2025 નવી દિલ્હી   |   8415   |  

આજથી નવા રેટ લાગુ, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત

જુલાઈ મહિનાની શરૂઆતમાં જ LPG વપરાશકારોને મોટી રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે અને તેના કારણે દિલ્હી, મુંબઈ સહિત શહેરોમાંકોમર્શિયલ LPG ગેસના ભાવમાં ધટાડો થયો છે.

LPG સિલિન્ડરના સુધારેલા ભાવ આજથી તા. 1 જુલાઈથી અમલમાં આવ્યા છે. આ વખતે પણ ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. જેમાં રાજધાની દિલ્હીમાં તે 58 રૂપિયા જેટલું સસ્તો થયો છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે.

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં અગાઉ જૂન મહિનામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો અને 1 જૂન ના રોજ આ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જ વધઘટ થઇ હતી. જ્યારે ધરેલુ સિલિન્ડર ગેસના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution