દુનિયાનો પ્રથમ કિસ્સો : ફેક્ટરીમાંથી ડ્રાઇવર વગર કાર માલિકના ઘરે પહોંચી
28, જુન 2025 3663   |  


નવી દિલ્હી, દુનિયામાં પહેલીવાર એવું બન્યું કે કોઈ કાર ફેક્ટરીથી ખરીદનારના ઘરે ડ્રાઇવર વગર પહોંચી ગઈ હતી. દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્કે પોતાના જન્મદિવસ પર પોતાની કંપની ટેસ્લાની સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ડિલિવર કરી હતી. કસ્ટમરના ઘરે પહોંચેલી ઇલેક્ટ્રિક કાર ‘મોડલ વાય છે. ટેસ્લાએ એક્સ પર કારની ડિલિવરીનો વીડિયો શેર કર્યો છે. આમાં કાર પોતાની મેળે આગળ વધતી જાેઈ શકાય છે. જ્યારે કોઈ કાર કે વ્યક્તિ તેની સામે આવે છે ત્યારે એ સિગ્નલ પર અટકી જાય છે અને પછી આગળ વધે છે.

ટેસ્લાની કિંમત ૩૪ લાખ

ટેસ્લાએ મોડલ રૂને સેલ્ફ ડ્રાઈવિંગ બનાવવા અપડેટ કર્યું છે. પહેલીવાર માર્ચ ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવી હતી. વિશ્વમાં મોડલ રૂની કિંમત ઇં૪૦,૦૦૦ (લગભગ રૂ.૩૪ લાખ)થી શરૂ થાય છે.

નવા યુગની શરૂઆત

ટેસ્લા એક સિસ્ટમ ઓફર કરે છે, જેને તે “ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ“ કહે છે, પરંતુ એનું નામ હોવા છતાં હંમેશાં ડ્રાઇવર હાજર રહેવું જરૂરી છે. આનાથી વાહનો સંપૂર્ણપણે સ્વાયત્ત બનતાં નથી. કંપનીએ કહ્યું હતું કે એનાથી અલગ રોબોટેક્સીમાં સોફ્ટવેરના “અનસર્વાઇઝ્ડ” વર્ઝનનો ઉપયોગ કરીને એનું નેટવર્ક ચલાવશે. આનો અર્થ એ છે કે કોઈ ડ્રાઇવરે દેખરેખ રાખવાની જરૂર નથી, વાહન પોતે જ એની રીતે ચાલશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution