હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો સર્જાયા
01, જુલાઈ 2025 શિમલા   |   1782   |  

 મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક લોકો ગુમ

હિમાચલ પ્રદેશના મંડીમાં આભ ફાટતા ભારે વિનાશ સર્જાયો છે. હિમાચલના મંડીના ધર્મપુર, લૌંગણીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. કરસોગ ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતી સર્જાત 7થી 8 મકાન પાણીમાં વહી ગયા છે. અનેક વિસ્તારોમાં ગાડીઓ વહેતી હોય તેવા દ્રષ્યો સામે આવ્યા છે. કુલ્લુની બંજાર ખીણમાં તીર્થન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં વરસાદ અને પૂરના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે.

કરસોગના મેગલીમાં નાળામાં પાણી ગામથી થઈને વહેવા લાગ્યાં હતા. જેનાથી લગભગ 8 ઘર અને બે ડઝનથી વધુ ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ છે. ધર્મપુરમાં નદીનું પાણી 20 ફૂટ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે બજારો સહિત વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. થુનાગમાં મુખ્ય બજારના રસ્તામાં જ નાળુ વહેવા લાગ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે લોકોને આખી-આખી રાત જાગવું પડ્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને પોતાનીવસ્તુઓનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

સોમવારે ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક ઈમારતો તૂટી ગઈ હતી.20 જૂને વરસાદના આગમન થી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ, પૂર,ભુસ્ખલન સહિતની ઘટનાઓમાં 23 લોકોના મોત નિપજ્યાં છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution