21, મે 2025
નવી દિલ્હી |
જ્યોતિ મલ્હોત્રા અને અલી હસનની વોટ્સએપ ચેટ આવી સામે
ભારતમાં રહી પાકિસ્તાન માટે જાસૂસી કરતી જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે જ્યોતિ મલ્હોત્રા અને અલી હસનની વૉટ્સએપ ચેટ સામે આવી છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેને તપાસ કરી રહી છે. ચેટમાં, અલી હસન જ્યોતિને કહે છેકે, મારું હૃદય હંમેશા તું ખુશ રહે તેવી પ્રાર્થના કરે છે. તમારે હંમેશા હસતા અને હસતા રહેવું જોઈએ. જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે.
આ પછી, જ્યોતિએ અલી હસનને હસતો ઇમોજી મોકલ્યો હતો અને પાકિસ્તાનમાં લગ્ન કરવા કહ્યું હતુ. ચેટ પરથી સ્પષ્ટ થાય છેકે, જ્યોતિનો પાકિસ્તાન સાથે ભાવનાત્મક સંબંધ હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યોતિ પાકિસ્તાન ગુપ્તચર એજન્સીના અધિકારી અલી હસન સાથે સતત સંપર્કમાં હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન પોલીસને જ્યોતિના ચાર બેંક એકાઉન્ટની માહિતી પણ મળી હતી. એક બેંક એકાઉન્ટમાં દુબઈથી થયેલા વ્યવહાર સામે આવ્યા હતા. તપાસ એજન્સી હવે, જ્યોતિના તમામ બેંક ખાતાઓની તપાસ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેના ખાતામાં પૈસા ક્યાંથી આવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પોલીસે ૧૭ મેના રોજ હરિયાણાના હિસારથી જાસૂસીના આરોપમાં જ્યોતિની ધરપકડ કરી હતી.