ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં માત્ર ૧૪૫ રનમાં ઓલ આઉટ
25, ફેબ્રુઆરી 2024

રાંચી, તા.૨૫

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતે હવે ૧૫૨ રનની જરૂર છે. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં માત્ર ૧૪૫ રનમાં ઓલ આઉટ થઈ જતા ભારત સામે ૧૯૨ રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ત્યાર પછી ભારતીય ટીમ બેટિંગમાં ઉતરી છે જેમાં દિવસના અંતે ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ૪૦ રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમતના અંતે રોહિત શર્મા ચાર બાઉન્ડ્રી સાથે ૨૪ રનના સ્કોર પર હતો. જ્યારે યશસ્વી જયસ્વાલ ૧૬ રન પર નોટ આઉટ હતો. આજે સવારે ભારતે ૭ વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું જેમાં વિકેટ કિપર ધ્રુવ અને કુલદીપ યાદવે શાનદાર બેટિંગ કરીને ભારતને માર્જિન ઘટાડવામાં મદદ કરી હતી. બીજી ઇનિંગમાં ભારત ૩૦૭ રન પર ઓલ આઉટ થઈ જતા ઈંગ્લેન્ડને ૪૬ રનની મહત્ત્વની લીડ મળી હતી. જાેકે, રાંચીની વિકેટ એવી હાલતમાં હતી કે ઈંગ્લેન્ડને કોઈ ખાસ ફાયદો થયો ન હતો. બીજા દાવમાં ઈંગ્લેન્ડના બેટ્‌સમેનો નિરાશાજનક રીતે ધ્વસ્ત થઈ ગયા હતા.

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે માત્ર ૧૪૫ રન બનાવ્યા હતા જેમાં ઓપનર ઝેક ક્રોલીના સૌથી વધુ ૬૦ રન અને બેરસ્ટોના ૩૦ રન મુખ્ય હતા. ત્યાર પછી તમામ બેટ્‌સમેન નિષ્ફળ ગયા હતા. પ્રથમ ટેસ્ટનો સ્ટાર ખેલાડી ઓલી પોપ શૂન્ય રન પર આઉટ થયો હતો જ્યારે કેપ્ટન સ્ટોક્સે માત્ર ચાર રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના ૧૦માંથી ત્રણ બેટ્‌સમેન શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા.બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી જેમાં ૧૯ રનમાં જ ઉપરાઉપરી બે વિકેટ પડી ગઈ હતી. ત્યાર પછી ૬૫ રને ત્રીજી અને ૧૧૦ રને ચોથી વિકેટ પડી હતી. ૧૨૦ રનના સ્કોર પર ઈંગ્લેન્ડે પાંચમી અને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી જ્યારે ૧૩૩ પર સાતમી અને આઠમી વિકેટ પડી ગઈ હતી. છેલ્લે ૧૪૫ રનના સ્કોર પર ઈંગ્લેન્ડે નવમી અને ૧૦મી વિકેટ ગુમાવી હતી. ભારતીય સ્પિનર અશ્વિને પાંચ વિકેટો ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવે ચાર વિકેટ ખેરવી હતી. રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી જ્યારે સિરાઝે ત્રણ ઓવરમાં કોઈ વિકેટ મળી ન હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચમાં ભારત પહેલા દાવમાં ૩૦૭ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારતીય વિકેટ કિપર ધ્રુવ જુરેલના લડાયક ૯૦ રનના કારણે ભારત ૩૦૦નો આંકડો પાર કરવામાં સફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૩૫૩ રન બનાવ્યા હતા. આમ પહેલી ઇનિંગના અંતમાં ઈંગ્લેન્ડને ૪૬ રનની લીડ મળી હતી. આજે ધ્રુવ ઝુરેલ અને કુલદીપ યાદવ મેદાનમાં ઉતર્યા હતા. કુલદીપ યાદવ ૨૮ રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આ તબક્કે ધ્રુવ જુરેલ તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવાની નજીક આવી ગયો હતો અને તેની પાસેથી સૌ સદીની અપેક્ષા રાખતા હતા. પરંતુ તે ૯૦ના વ્યક્તિગત સ્કોર પર ક્લિન બોલ્ડ થઈ ગયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution