પોપટપુરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વિજ પુરવઠો બંધ રહેવાના કારણે દર્દીઓને હાલાકી
01, ઓક્ટોબર 2024 ગોધરા   |  


ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી શ્રીમતી મણીબેન અમૃતલાલ હરગોવનદાસ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા ૫૦ વર્ષ જૂની હોસ્પિટલ છે જ્યાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન વિજ પુરવઠો બંધ રહેવાના કારણે ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.બીજી બાજુ જંગલ વિસ્તારમાં હોસ્પિટલ હોવાના કારણે રાત્રિ દરમિયાન ઝેરી જનાવર કરડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે.

ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી શ્રીમતી મણીબેન અમૃતલાલ હરગોવનદાસ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા ૫૦ વર્ષ જૂની હોસ્પિટલ છે.૫૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે. દરરોજની ૧૫૦ થી ૨૦૦ ઓપીડી લેવામાં આવી રહી છે. જ્યારે ૫૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં રોજના ૩૦થી૩૫ દર્દીઓ સારવાર માટે દાખલ હોય અને એટલા જ તેઓના સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં આવે છ.હોસ્પિટલમાં ૬૦ જણ નો સ્ટાફ છે ત્યારે રાત્રિ દરમિયાન એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિ દરમિયાન લાઈટ બંધ હોવાના કારણે સિનિયર સિટીઝન સહિત સારવાર લઈ રહેલા દર્દીઓને લાઈટ બંધ હોવાના કારણે ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. વારવાર એમજીવીસીએલ ને રજૂઆત કરવા છતાં પણ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો નિયમિત આપવા માટે સદંતર નિષ્ફળ રહી છે. જેના કારણે હાલ સારવાર લઈ રહેલા દર્દીઓને ખૂબ જ હેરાન ગતિ નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં વહેલી તકે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તે માટે સરકારી હોસ્પિટલના સંચાલકો સહિત દર્દીઓની માંગ ઉઠવા પામી છે..

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution