બોડેલીમાં ધોધમાર વરસાદ અનેક જગ્યા પર પાણી ભરાયા
25, જુન 2025 બોડેલી   |   1188   |  


બોડેલી મા ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે બોડેલીમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે અંદાજે ૩ ઈંચ ની આજુબાજુ બોડેલી પંથકમાં વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદ હાલમાં પણ ચાલુ જ છે ધોધમાર વરસાદ પડતા કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા હતા બોડેલી સહિત સમગ્ર છોટા ઉદયપુર જિલ્લામાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે બોડેલીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બોડેલી અલીપુરા સાધના નગર સોસાયટી દિવાન ફળિયા બોડેલી કન્યાશાળા કુંભારશાળા માર્કેટ વિસ્તાર જેવા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા સતત વરસાદને લઈને જનજીવન ખોરવાયું હતું બોડેલી છોટાઉદેપુર રોડ પર આવેલ ચાઈનીઝની દુકાનમાં પણ પાણી ભરાયા હતા સાધના નગર સોસાયટીના મકાનના ઓટલા સુધી પાણી પ્રસરી ગયા હતા અલીપુરાના ગોકુલ સ્ટેટ કંજરી પાર્ક જેવી સોસાયટીમાં પણ પાણી ભરાવાના બનાવો બન્યા હતા જેને લઈને સોસાયટીના રહીશોને ખૂબ હાલાકી પડી હતી

બોડેલીમાં બે ગરનાળા સહિત કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાતા લોકો ને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ગરનાળામાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલી માં મુકાયા હતા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution