30, ઓગ્સ્ટ 2024
નવી દિલ્હી |
ભારત ઇ-વેસ્ટની સતત વધી રહેલી સમસ્યાને દૂર કરવા માટે તેમજ ઉત્પાદકોને વધુ સરળતાથી રિપેર કરી શકાય તેવી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ માટે રિપેરેબિલિટી ઇન્ડેક્સની યોજના બનાવી રહ્યું છે. ગ્રાહક બાબતોનું મંત્રાલય આ પહેલની યોજના બનાવી રહ્યું છે, જે ગ્રાહકોને કેટલી સરળતાથી પ્રોડક્ટ રિપેર થઇ શકે તેનાથી માહિતગાર કરવા માટેના મુખ્ય માપદંડો માટે સ્કોર પૂરો પાડશે. ભારત વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે આપણી પાસે ગતિશિલ અને ટેક સેવી રિપેર સિસ્ટમ હોય તે અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત વિશ્વ માટે રિપેર હબ બનવાની ક્ષમતા ધરાવે છે. પ્રસ્તાવિત ઇન્ડેક્સ અન્ય દેશોમાં રહેલી પહેલ જેવા જ હશે. જેમ કે ફ્રાન્સમાં પણ રિપેરેબિલિટી ઇન્ડેક્સ છે. તે ટેકનિકલ ડોક્યુમેન્ટ્સની ઉપલબ્ધતા, છૂટા પાડવાની સરળતા, સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા અને કિંમતો સહિતના માપદંડો પર પ્રોડક્ટ્સને રેટ કરશે.વર્કશોપનો ઉદ્દેશ્ય “રિપેરેબિલિટી ઇન્ડેક્સને એક્સેસ કરવા અને મૂલ્યાંકન કરવા માટેના મુખ્ય પરિમાણો” પર શેરધારકો વચ્ચે સર્વસંમતિ સ્થાપિત કરવાનો હતો, ઉપરાંત પ્રોડક્ટ ડિઝાઇનમાં આયુષ્યને પ્રોત્સાહન આપવા અને તેમની માલિકીના મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનો પુનઃઉપયોગ કરવા માટે ગ્રાહકના અનુભવોને વધારવા માટે રિપેર માહિતીને વધુ પારદર્શી બનાવવાનો હતો. પારદર્શી અને કિફાયતી રિપેર માટેના ઉકેલ, ગ્રાહકોમાં જાગૃતિ અને સ્થાનિક સ્તરે રિપેરિંગ કરતા દુકાનદારોને વધુ સહયોગ પૂરો પાડવા પર ભાર મૂક્યો હતો.
તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે ફ્રાન્સનો રિપેરેબિલિટી ઇન્ડેક્સ પ્રોડક્ટ્સને પાંચ માપદંડો પર રેટિંગ આપે છે, જ્યારે યુરોપિયન યુનિયનમાં તેને લઇને અલગ ધોરણો પણ છે. ૐઝ્રન્ ટેક્નોલોજીના સ્થાપક અજય ચૌધરીએ પરિવર્તન માટે કાયદાની પણ માંગ કરી હતી. આજે મોટા ભાગની પ્રોડક્ટ્સ રિપેર થઇ શકતી નથી. આપણે એવી પ્રોડક્ટ્સ ડિઝાઇન કરવાની જરૂર છે જે રિપેર થઇ શકે, જ્યાં સુધી કાયદો નહીં ઘડાય ત્યાં સુધી સ્થિતિ બદલાશે નહીં.