/
કાચબાના મોત બાદ સુરસાગરમાં અસંખ્ય માછલીઓનાં મોત નિપજતાં ખળભળાટ

વડોદરા, તા,૧૫

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં તાજેતરમાં કાચબા મૃત હાલતમાં મળી આવ્યા બાદ હવે એક સાથે ૫૦૦ થી વધુ માછલીઓ મૃત અવસ્થામાં મળી આવતા વિસ્તારમાં ખળભળાટ સાથે ભારે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતુ. જાેકે તળાવના પાણીમાં ઓક્સિજનનુ પ્રમાણ જળવાય તે માટે એરેટર પણ મુકવામાં આવ્યા છે. છતા એક થી બે ફૂટની અસંખ્ય માછલીઓના મોત કયા કારણોસર નિપજ્યા તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વડોદરા શહેરમાં જળચર જીવોની સલામતી જાેખમાતી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી સુરસાગર તળાવમાંથી ત્રણ તી ચાર કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ વારસિયા વસ્તારમાં આવેલા તળાવમાંથી અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી . ત્યાં આજે ફરી એકવાર સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં મળી આવવાની ઘટના સામે આવી છે. અગાઉ મૃત કાચબા અને માછલી મળી આવવાના બનાવમાં પર્યાવરણ પ્રેમી જણાવ્યું હતું કે પાણીમાં ઓક્સિજન નું પ્રમાણ ઘટતા આ પ્રમાણે ની ઘટનાઓ બની છે. ત્યારે ફરી અસંખ્ય માછલીઓના મોત નિપજતા પર્યાવરણ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે.સુરસાગર તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓના મોત નિપજતા દુર્ગંધથી આસપાસના લોકો પરેશાન થયા હતા. જાેકે તળાવમાં ઓક્સિજનનુ પ્રમાણ જળળાઈ રહે તે માટે કોર્પોરેશન દ્વારા એરેટર પણ મુકવામાં આવ્યા છે. ત્યારે હવે માછલીઓના મૃત્યુ કયા કારણોસર થયા તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.આ અંગે વડોદરાના સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ   જવાબદારો સામે  પગલાં ભરવાની માંગ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution