દાહોદ, નદીઓને સાફ રાખવાના બંણગા સરકાર દ્વારા ફુકવામાં આવે છે. પરંતુ સ્માર્ટ કહેવાતા શહેરોમાંથી પસાર થતી કેટલીક નદીઓ ગંદકીથી ખદબદે છે. આવી જ એક નદી એટલે કે દાહોદમાં આવેલી દૂધીમતી નદી દાહોદ સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ તે ફક્ત કાગળ પર જમીની હકીકત કંઈક વિપરીત જ છે. દાહોદમાં આવેલી ઐતિહાસિક દુધીમતિ નદીની કાયાપલટ કરવા દાહોદ નગર પાલિકાના સત્તાધીશોએ નદીની સફાઈના નામે જુદા જુદા ટેન્ડરો મંજુર કરી કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે. પરંતુ આજ સુધી આ પાવન નદી સ્વચ્છ થઇ શકી નથી ૧૨ વર્ષ અગાઉ નદીમાં વાળવામાં આવેલી ગામની ગટરોનું ગંદુ પાણી આવતું રોકવા સાડા ત્રણ કરોડના ખર્ચે પાઈપલાઈન નાખીને પંપીંગ સ્ટેશન બનાવવાની યોજના હતી. પાઈપો નખાઈ ગઈ ફાળવાયેલી માતબર રકમ પણ વપરાઇ ગઇ તેમ છતાં તે યોજના આજદિન સુધી પૂર્ણ થઇ શકી નથી. જેના કારણે નદીમાં નાખેલી તે પાઇપલાઇન આજે પણ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે. નદીમાં જ્યાં પણ નજર કરો ત્યાં ગંદકી જ ગંદકી જાેવા મળી રહી છે. જે નગરપાલિકાના સત્તાધીશોની કામગીરીની પોકળતા સાબિત કરી રહી છે. દુધીમતી નદી ભારતમાં બીજી એવી નદી છે જે સૂર્યના મુખે વહે છે દેશમાં માત્ર બે જ નદી એવી છે કે જે સૂર્યના મુખે વહે છે. એક હરિદ્વારની ગંગા નદી અને બીજી દાહોદની દુધીમતી નદી છે.