ગાંધીનગર:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે તા.  17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ ફરીથી ગંભીર બની રહી હોવાથી પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 

મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 1.30 લાખને પાર ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુ 3,396 થયા છે. રાજ્ય સરકારે નવરાત્રિના તેમના આયોજનને રદ કરવાનો નિર્ણય કરતા આ વર્ષે કોરોનાકાળમાં અન્ય ખાનગી આયોજનોને પણ આડકતરો ઈશારો કરી દીધો હોવાનું જણાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો છે.