વડોદરા : કોરોનાની મહામારીના કારણે માંડવી ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ૨૧૨મો વરઘોડો આજે દેવ પોઢી અગિયારસના દિવસે શહેરના રાજમાર્ગો પર નિકળ્યો ન હતો. ૨૧૨ વર્ષના ઇતિહાસમાં સતત બીજા વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નગર ચર્ચાએ કાઢવામાં આવ્યો ન હતો. પરંતુ ભગવાનનો વરઘોડો મંદિરના પરિસરમાં ફેરવી વર્ષોની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. તદ ઉપરાંત રાજવી પરિવારના મોભી મહારાણી શુભાંગીનીદેવી ગાયકવાડે ભગવાનની પૂજા અર્ચના તથા આરતી કરી હતી અને વરઘોડાને મંદિરના પરિસરમાં પ્રસ્થાન કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરના માંડવી ખાતે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતેથી દેવપોઢી અગિયારસના દિવસે ઘણા વર્ષોથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે. પરંતુ વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ભગવાનનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવ્યો ન હતો. પરંતુ નિજ મંદિરના પરિસરમાં જ ભગવાનને પાલખીમાં બિરાજમાન કરાવી વરઘોડો શાસ્ત્રોક વિધિ વિધાન તથા રાજવી પરિવારની પૂજા અર્ચના સાથે કાઢી વર્ષોની પરંપરા જાળવી રાખવામાં આવી છે. જાેકે આ વરઘોડામાં ખુબ જ ઓછા ભક્તોને રાખવામાં આવ્યા હતાં. તેમજ સોશ્યલ ડિસ્ટનિંગ જળવાય તે રીતે ભગવાનના દર્શન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનના દર્શનનો સમય સવારે ૧૦થી બપોરના ૧ વાગ્યા સુધી તથા સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. દેવપોઢી મોટી અગિયારસ હોવાને લીધે શ્રદ્ધાળુઓ અને ભક્તો દર્શન અર્થે નિજ મંદિર આવી પહોંચ્યા હતાં.

ગણતરીના ભક્તોની ઉપસ્થિતિમાં મંદિરમાં વરઘોડો કાઢવામાં આવ્યો

માંડવી ખાતે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે. પરંતુ, વૈશ્વિક કોરોના વાઈરસની મહામારીના કારણે ભગવાનનો વરઘોડો શહેરના માર્ગો ઉપર કાઢવામાં આવ્યો નહોતો, પરંતુ, નીજ મંદિર પરિસરમાં જ નાની પાલખીમાં ભગવાનને બિરાજમાન કરાવીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ખૂબ ઓછા ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ભગવાન વિઠ્ઠલનાથજી વરઘોડામા યોજાયો

પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ ભગવાનને નાની પાલખીમાં બિરાજમાન કરાવીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નીજ મંદિરમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો.