સુરત,તા.૧૮ 

 દક્ષિણ ગુજરાતમાં ભૂતકાળમાં હાહાકાર મચાવી ચૂકેલા લેપ્ટો સ્પાયરોસિસ નામના જીવલેણ રોગે ચાલુ સાલે કોરોના કહેર વચ્ચે ૫ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. તાપી જિલ્લામાં બે. વલસાડ જિલ્લામાં એક કેસ નોંધાયો છે જ્યારે મહુવાના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું જોકે કોરોના ની કામગીરીમાં વ્યસ્ત જિલ્લા આરોગ્ય વિભાગ અટકાયતી પગલા લેવામાં ઠોઠ સાબિત થયું હોવાનું મનાય છે.

સુરત જિલ્લામાં પલસાણા. અને મહુવા તાલુકો. તાપી જિલ્લામાં સોનગઢ અને વ્યારા તાલુકામાં તેમજ વલસાડના વાપી તાલુકામાં કુલ ૫ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી જવા પામી છે. જોકે મહુવા તાલુકાના દર્દીને લેપ્ટોસ્પાઇરોસિસ ભરખી ગયો છે છતાં કોરોના ની કામગીરીમાં વ્યસ્ત રહેલું જિલ્લાનું આરોગ્ય તંત્ર લેપ્ટોસ્પાઇરોસિસ ના આગોતરા અટકાયતી પગલા લેવા માટે ડોકસી સાઈકલીન જેવી ટેબલેટસના વિતરણ ની કામગીરી કરી શક્યું નથી અને સુરત-તાપી તેમાં જ વલસાડના વાપીમાં લેપ્ટોસ્પાઇરોસિસ પગપેસારો કરી ગયો અને એક વ્યક્તિને ભરખી પણ ગયો છે. પલસાણા તાલુકાના ૪૫ વર્ષીય ખેત મજુર જેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહુવાના આગલધરા ગામના ૫૦ વર્ષીય પુરુષનો સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તાપી જિલ્લામાં બુટડિયા ગામના ૫૦ વર્ષનાં પુરુષ. સોનગઢના ૨૮ વર્ષીય પુરુષ. અને વલસાડના વાપી તાલુકાના વટાર ગામના ૫૧ વર્ષીય પુરુષ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પાંચ દર્દીઓમાં લેપ્ટોસ્પાઇરોસિસ ના શંકાસ્પદ લક્ષણો દેખાતાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.

પ્રાણીઓ દ્વારા આ રોગ ફેલાય છે

જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ મુખ્યત્વે પ્રાણીઓ દ્વારા ફેલાય છે. પાલતુ પ્રાણીઓ. ભેસોના કોઢારમાં. તેમજ આ રોગનું મુખ્ય વાહક ઉંદર છે. તેમના મળમૂત્ર દ્વારા લેપ્ટો સ્પાયરા નામના જીવાણુઓ જમીનમાં ભળે છે અને વરસાદી પાણી ભરાતા અનેક સૂક્ષ્મ જીવાણુઓ પેદા થાય છે ખેતરમાં કામ કરતા. ભેસોની કોઢાર માં કામ કરતા ખેત મજૂરો ના પગમાં પડેલા ચીરા વાટે આ જીવાણુઓ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરીને રોગ પ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકોને એ સંક્રમિત કરતો હોય છે.

જીવલેણ લેપ્ટોસ્પયરોસિસના લક્ષણો

જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ પાછલા વર્ષોમાં સુરત. તાપી. નવસારી અને વલસાડ જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો પરંતુ જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી. હોય તેને તાવ આવવો. માથાનો દુખાવો થવો. શરીરને થાક લાગવો. શરીરનાં સાંધાઓ દુખવા. વ્યક્તિની આંખો લાલ થવી. સહિતના લક્ષણો ધરાવે છે. આ જીવલેણ રોગ ના પરીક્ષણ માટે દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે લેબ શરૂ કરવામાં આવી હતી.