વલસાડ, વૈશ્વિક મહામારી એ આખા રાજ્ય પર આતંક મચવ્યું છે દરરોજ કોરોના ના અનેકગણા દરદીઓ સામે આવી રહ્યા છે ખાનગી હોય કે સરકારી હોસ્પિટલો દરદીઓ થી ઉભરાઈ આવી છે દરદીઓ ની સારવાર માટે પૂરતા સાધનો નથી લોકો કમોતે મરી રહ્યા છે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ના નિયમો પાડવા મા પણ પ્રજા બેદરકાર બની હોવા થી કોરોના ચોમેર વ્યપ્યું છે એવા માં લોકો ને બચાવવા સરકારે રાજ્ય ના ૨૯ શહેરો માં રાત્રી કરફ્યુ મુક્યો છે અને કરફ્યુ નો કડક અમલવારી કરવા આદેશ આપ્યો છે કરફ્યુ વાળા શહેરો માં વલસાડ અને નવસારી નો પણ સમાવેશ થાય છે બુધવાર થી રાત્રી કરફ્યુ નો અમલીકરણ થયો હતો આજે કરફ્યુ નો બીજાે દિવસ છે વલસાડ ના ડીએસપી ડો.રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસે કરફ્યુ ને સફળ બનાવ્યો છે લટાર મારવા નીકળતા એક પણ વ્યક્તિ ને છોડવા માં આવતું ન હોવા થી લોકો ઘરો થી નીકળતા બંધ થયા છે રાત ના ૮ વાગ્યા બાદ થી પોલીસ આખા શહેર માં એલર્ટ થઈ જાય આખું શહેર પોલીસ છાવણી માં ફેરવાઈ જાય છે.