07, મે 2025
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના જવાબમાં ગઇકાલે મંગળવારે મોડી રાતે ભારતીય વાયુ સેના દ્વારા આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતે બુધવારે રાત્રે ૧.૩૦ વાગ્યે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર તેમજ પાકિસ્તાનના આતંકિસ્તાનમાં આતંકીઓના નવ ઠેકાણા નેસ્તોનાબુદ કરી દેવામાં આવ્યા હતા. વાયુ સેનાના આતંકવાદ સામેના ત્રણેય સેનાના સંયુક્ત ઓપરેશનને વડાપ્રધાન મોદી દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ નામ અપાયું હતું.
ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં ચાર સ્થળો અને પીઓકેમાં પાંચ સ્થળોને નિશાન બનાવાયા હતા. ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલીસી વિંગ (રો)એ બધા લક્ષ્યોને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર સંપૂર્ણ આયોજન સાથે હુમલો કરાયો હતો. ભારતના હવાઈ હુમલા પછી સંરક્ષણ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું. જેમાં જણાવાયું હતું કે, થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો.
ભારતીય સેનાના હુમલા અંગે પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર, બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ ૧૦૦થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ચાર, લશ્કર-એ-તૈયબાના ત્રણ અને હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા. કુલ ૯ સ્થળોને નિશાન બનાવી હુમલો કરાયો હતો. ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છેકે, અમારી કાર્યવાહી ઉશ્કેરણીજનક નથી. કોઈપણ પાકિસ્તાની લશ્કરને નિશાન બનાવવામાં આવ્યું નથી. ભારતે પોતાના લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો છે.
ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, છ સ્થળોએ ૨૪ હુમલા કરાયા છે. જેમાં ૨૮ લોકોના મોત થયા છે. જ્યારે ૩૩ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ભારતીય સેનાના હવાઈ હુમલા બાદ ગભરાયેલો પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ૬-૭ મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની ચોકીઓ પરથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને તોપમારો કરાઇ રહ્યો છે. આ અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી ત્રણ નાગરિકોના જીવ ગયા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો છે.
ઑપરેશન સિંદૂર : અમેરિકા અને ઈઝરાયલનું ભારતને ખૂલ્લું સમર્થન
ભારત પાકિસ્તાનના ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું હતું. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છે. એવામાં ઈઝરાયલે કાર્યવાહી બાદ ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. ભારતમાં ઈઝરાયલના એમ્બેસેડરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ભારતને આત્મરક્ષણનો અધિકાર છે. આતંકવાદીઓને ખબર પડવી જાેઈએ કે નાગરિકો વિરુદ્ધ જઘન્ય ગુના બાદ તેમના માટે બચવા માટે કોઈ જગ્યા નથી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું ઓફિસમાં આવ્યો અને હમણાં જ સમાચાર મળ્યા. કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો જ. હું આશા રાખું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે. બંને દેશો ઘણા સમયથી લડી રહ્યા હતા. તેમજ અમેરિકાના વિદેશમંત્રી માર્કાે રૂબિયોએ જણાવ્યું હતું કે, હું ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. શાંતિ સ્થાપના માટે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરીશું. અમેરિકાના વિદેશ મંત્રાલયનો દાવો છે કે ભારતીય એનએસએ અજિત ડોભાલે અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સાથે વાતચીત પણ કરી છે.
આ દેશ માટે ગર્વની ક્ષણ છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે કેબિનેટ મંત્રીઓને માહિતી આપતી વખતે સેનાની પ્રશંસા કરી. સૂત્રોનું કહેવું છેકે, ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ દેશ માટે ગર્વની ક્ષણ છે. લગભગ ચાર મિનિટ સુધી ઓપરેશનના વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આવું થવાનું જ હતું. આખો દેશ અમારી તરફ જાેઈ રહ્યો હતો. અમને અમારી સેના પર ગર્વ છે. ઓપરેશન બાબતે તેમણે જણાવ્યું હતું કે, સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે, આ આખા દેશ માટે ગર્વની પળ છે.
અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું, જવાબ આપીશું : પાક.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યંુ હતું કે, ચાલાક દુશ્મને પાકિસ્તાનના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યાે છે. ભારતે જે યુદ્ધ લાદવાનો પ્રયાસ કર્યાે છે તેનો પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે, અને અમે તે જવાબ આપવા જઇ રહ્યા છીએ. આખો દેશ તેની સેના સાથે ઉભો છે. આપણી સેના અને લોકોનું મનોબળ ઊંચું છે.
મોસ્ટ વોન્ટેડ મસૂદના પરિવારનો સફાયો
ભારતીય સેનાએ ગત મોડી રાત્રે ૨૫ મિનિટમાં જ પાકિસ્તાન અને એલઓસી સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં ઉડાડી દીધા હતા. જેમાં ૯૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મસૂદ અઝહરના આખા પરિવારનો સફાયો થયો છે. તેના પરિવારના કુલ ૧૦ મળી કુલ લોકો માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ અંગે માહિતી આપી હતી.
ન્ર્ંઝ્ર પર આડેધડ ગોળીબારમાં ૧૫ નાગરિકોનાં મોત, ૪૩ ઘાયલ
ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. આજે તેણે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી એલઓસી ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા ૧૫ નાગરિકોના મોત નીપજ્યા છે. જ્યારે ૪૩ જેટલા ઘાયલ થયા છે.
પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારતે પાકિસ્તાનના ખતરનાક ફાઇટર જેટ એફ-૧૬ અને જેએફ-૧૭ને તોડી પાડ્યા છે. એવું કહેવાઇ રહ્યું છેકે, આ પાકિસ્તાની વિમાનને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આનો અર્થ એ કે પાકિસ્તાને ભારતને જવાબ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને સફળતા મળી નહોતી. ભારતે પહેલા એફ૧૬ તોડી પાડ્યું હતું. આના થોડા સમય પછી, સમાચાર આવ્યા કે ભારતે આકાશ મિસાઇલની મદદથી પાકિસ્તાનના બીજા ફાઇટર જેટ જેએફ-૧૭ને તોડી પાડ્યું છે.
ભારતીય સૈન્યના ૨૪ હુમલામાં ૮ આતંકીનાં મોત : પાકિસ્તાન
પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે, ૨૪ હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે ૦૪:૦૮ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ભારતે વિવિધ શસ્ત્રો વડે કુલ ૨૪ હુમલા કર્યા છે. જેમાં ૮ આતંકીના મોત થયા છે. બહાવલપુરના અહમદપુર પૂર્વમાં સુભાન મસ્જિદ પાસે ચાર હુમલા કરાયા હતા. જાેકે, પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા વળતા જવાબ અંગે તેમણે કોઇ માહિતી આપી ન હતી.