પીએમ મોદી અને પેડ્રો આજે વડોદરાના મહેમાન
27, ઓક્ટોબર 2024


વડોદરા:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન આજે વડોદરાની મુલાકાતે આવશે. બંને વડાપ્રધાન સવારે વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇનનું ઉદ્‌ઘાટન કરશે. ત્યાર બાદ વડોદરા ખાતે ભારત અને સ્પેન વચ્ચે ઐતિહાસિક કરાર થશે. વડોદરાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

સોમવારે ભારતીય વાયુસેના માટે સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ટાટા-એરબસ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ ઉત્પાદન સુવિધાનું ઉદ્‌ઘાટન કરાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ ખાસ ઉપસ્થિત રહેશે. આ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર, ૨૦૨૨માં કરાયું હતું. પ્રોજેક્ટના ઉદ્‌ઘાટન બાદ બંને વડાપ્રધાન વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચી ઐતિહાસિક કરાર ઉપર સહી કરશે. અને ત્યાર બાદ ત્યાં જ શાહી ભોજનનું પણ લેશે. જે બાદ નરેન્દ્ર મોદી અમરેલી ખાતે ૪૯૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution