12, મે 2025
રાજકોટ |
યુદ્ધની સ્થિતિને પગલે 10મેના રોજ રાજ્યના 8 સહિત દેશભરના 32 એરપોર્ટ્સ 14 મે સુધી બંધ કરવામાં આવ્યા હતા
રાજકોટ એરપોર્ટ પર દૈનિક 3,200 હવાઈ મુસાફરોને ટ્રેન, બસ અથવા તો કાર મારફતે જવું પડતું હતું
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખી તેમજ એર સ્ટ્રાઈકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઇટ્સ 7થી 14 મે સુધી રદ કરવા માટેનું જાહેરાત કરાઈ હતી. જો કે હવે યુદ્ધ વિરામની જાહેરાત થતા રાજકોટ એરપોર્ટને પુનઃ શરુ કરવામાં આવી છે. બે દિવસ પહેલા એરપોર્ટ શરુ કરી દેવામાં આવી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે 10મેના રોજ રાજ્યના 8 સહિત દેશભરના 32 એરપોર્ટ્સ 14 મે સુધી બંધ કરવામાં આવ્યા હતા. જો કે હવે 10 મેના રોજ સાંજના 5 વાગ્યે બન્ને દેશોએ સીઝફાયરની જાહેરાત કરી હતી. જેને પગલે હવે જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈ હીરાસર (રાજકોટ) ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઈટ માટે શરૂ કરવામાં આવ્યું છે. 14 મેના બદલે 2 દિવસ વહેલું એરપોર્ટને શરૂ કરાયું છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, 14 મે સુધી ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતાં. જેમાંથી હીરાસર શરૂ કરી દેવાયું છે. જ્યારે ભુજ અને કંડલા એરપોર્ટ 14 મે સુધી બંધ રહેશે. જ્યારે પોરબંદર, નલિયા, મુન્દ્રા, જામનગર અને કેશોદ અંગે થોડીવારમાં જ નિર્ણય લેવાશે. યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતાં સરકારી કર્મચારીઓની રદ થયેલી રજાઓ મામલે પણ આજે મહત્ત્વનો નિર્ણય લેવાઈ શકે. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઇટ્સ 7થી 14 મે સુધી રદ કરવા માટેનું જાહેરાત કરાઈ હતી. જોકે યુદ્ધ વિરામની જાહેરાત થતાં આજથી મુસાફરલક્ષી ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એર લાઇન્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ફ્લાઇટ્સનો પ્રારંભ થશે.