ગાંધીનગર-

રાજ્યમાં દિવ્યાંગોને સમાન હક અને સમાન અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, ત્યારે આજે રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતી છઠ્ઠી નિમણૂકમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 4 ટકા અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. પંચાયત વિભાગના પરિપત્ર પ્રમાણે ધ રાઇઝ ઓફ પર્સનલ એક્ટ 2016ની કલમ 34માં થયેલી જોગવાઈ અનુસાર દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી સેવાઓમાં અનામત રાખી જગ્યા પર કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણુંક થઇ શકે તે વિચાર કરવા માટે 29 જુલાઇના રોજ મળેલી પેટા તજજ્ઞ સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતીથી ચાર ટકા અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ, કમ્પાઉન્ડર ,વિસ્તરણ અધિકારી, કૃષિ વિસ્તરણ અધિકારી ,સહકાર ,આંકડા મદદનીશ ,સંશોધન મદદનીશ ,વિભાગીય હિસાબનીશ, સમાજ કલ્યાણ નિરીક્ષક ,સ્ટાફ નર્સ ,લેબોરેટરી ,ટેક્નિશિયન, મુખ્યસેવિકા ,જુનિયર ક્લાર્ક ,તલાટી ગ્રામપંચાયત મંત્રી, ગ્રામસેવક પશુધન, નિરીક્ષક નાયબ હિસાબનીશ છે. રાજ્યમાં દિવ્યાંગોને સમાન હક અને સમાન અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, ત્યારે આજે રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન પ્રમાણે હવે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.