27, સપ્ટેમ્બર 2024
શહેરા |
શહેરામાં સબંધિત તંત્ર દ્વારા ખનીજ ચોરી અટકે તે માટે અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવવાના કારણે ખનીજ ભરેલા વાહનો નિયમોનું પાલન નહીં કરીને હેરફેરી કરી રહયા છે. સ્થાનિક તંત્રનો કોઈ ડરના હોય એમ તાલુકા મથક ખાતેથી ગેરકાયદે સફેદ પથ્થર અને રેતી ભરેલા વાહનો તાલુકા સેવાસદન અને પોલીસ ચોકી પાસેથી નીકળતા હોય છેશહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી નદી , કોતર અને ખુલ્લી જમીન માંથી લીઝ નહી હોવા છતાં રેતી અને સફેદ પથ્થર કાઢીને મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે, ખાણ ખનીજ વિભાગના નિયમોને બાજુમાં મૂકીને ટ્રેક્ટર, ટ્રક સહિતના વાહનોમાં ખનીજ વહન થઈ રહ્યું હોવા સાથે સ્થાનિક તંત્રનો કોઈ ડરના હોય એમ તાલુકા મથક ખાતેથી ગેરકાયદે સફેદ પથ્થર અને રેતી ભરેલા વાહનો તાલુકા સેવાસદન અને પોલીસ ચોકી પાસેથી નીકળતા હોય છે. ખનીજ ચોરી થતી અટકે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવવાના કારણે ખનીજ ભરેલા વાહનો નિયમોનું પાલન નહીં કરીને નીકળતા હોય ત્યારે સરકારી તિજાેરી ને પણ નુકશાન જતું હોય તો નવાઈ નહી, જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઓચિંતી અલગ અલગ ટીમો બનાવીને ગેરકાયદે ખનીજ ખનન કરતા સ્થળો પર કાર્યવાહી કરવામાં આવે અને શહેરા - ગોધરા હાઇવે માર્ગ તેમજ બસ સ્ટેન્ડ પાસેની પોલીસ ચોકી અને અણીયાદ ચોકડી વિસ્તારમાં પસાર થતા રસ્તા પર વોચ ગોઠવવામાં આવે તો ગેરકાયદે ખનીજ ભરેલા ઘણા બધા વાહનો પકડાઈ જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. આગામી દિવસોમાં જાગૃત નાગરિક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ખાણ ખનીજ વિભાગની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે તાલુકામાં થતી ખનીજ ચોરી અટકે એ માટે રજૂઆત કરવામાં આવી શકે તો નવાઈ નહી.