ઘરના મોભીનું કોરોનાથી મોત થતાં પરિવારના 3 સભ્યોએ પણ કરી આત્મહત્યા
07, મે 2021

દેવભૂમી દ્વારકા-

ગુજરાતમાં કોરોના વાયરસ વધારે ગંભીર બનતો જાય છે. ત્યારે દેવભૂમી દ્વારકામાં એક કરુણ ઘટના બની હતી. કોરોના વાયરસના કારણે ચકચારી ઘટના બની હતી. અહીં એક પરિવારના મોભીને કોરોના ભરખી ગયો હતો. જે બાદમાં પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ બાદ મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે દ્વારકામાં જયેશભાઈ જૈન નામના વ્યક્તિનું ગઈકાલે કોરોનાથી નિધન થયું હતું. જે બાદમાં આખો પરિવાર ઊંડા આઘાતમાં હતો. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવાર સર્વસ્વ ગુમાવ્યાની લાગણી અનુભવતો હતો. મોભીના નિધનના આઘાતમાં આજે મૃતક જયેશબાઈના પત્ની અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. એક જ પરિવારમાં ચાર ચાર મોતથી સમગ્ર દ્વારકા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એવી માહિતી મળી છે કે પરિવાર ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જૈન પરિવારના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધારે તપાસ શરૂ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution