પાટણમાં રૂ.૫૦ હજાર લૂંટીને ભાગેલા ઇરાની ગેંગના ૨ મહેસાણાથી પકડાયા
07, જુલાઈ 2020

મહેસાણા,તા.૬ 

પાટણમાં બેંકમાં નાણાં ભરવા જઇ રહેલા જગદીશભાઇ કાચવાળાને ત્યાં કામ કરતા પશાભાઇ રાવળ બેંકમાં ભરવા રૂ.૬૦ હજાર લઇને જતા હતા.દરમિયાનમાં પોલીસની ઓળખ આપી બે શખ્સોએ તેમને ચેક કરવાના બહાને રૂ.૫૦ હજારનું બંડલ શેરવી બાઇક પર ભાગ્યા હતા. દરમિયાનમાં મહેસાણા એલસીબી પીઆઇ આર.જી.ચૌધરી, એએસઆઇ ચતુરભાઇ,મનુભાએ બંનેને પૂછપરછ કરતાં તે હસનીઅલી અલીઇરાની રહે.શીવાજીનગર રોડ, અને જાફર હુસેન ઇજ્જત હુસેનઅલી ઇરાની રહે.શીવાજી નગર, જિ.ભીંડની પાસેથી જડતી લેતાં રોકડ રૂ.૧૩,૭૦૦ મળ્યા હતા.ઝડપાયેલા બંને મહારાષ્ટ્રના ઇરાની ગેંગના સાગરીતો હોવાનું બહારઆવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution