વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય ત્રિશૂળ દીક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાયો
06, ફેબ્રુઆરી 2023

વડોદરા, તા. ૬

વિશ્વ હિંદુ પરિષદ અને બંજરંગ દળ દ્વારા ત્રીશુળ દિક્ષા ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓએ ભાગ લઈને દીક્ષા ગ્રહણ કરી હતી.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફાગણ સુદ મહાપૂર્ણિમાનો દિવસ હોવાથી મુક્તાનંદ ત્રણ રસ્તા , કારેલીબાગ ખાતે ત્રિશુળ દિક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂ. પંકજકુમાર ગોસ્વામી મહારાજ(શ્રી વલ્લભકુલાવતંશ) , પૂ, શાસ્ત્રી દર્શનવલ્લભ સ્વામી (સ્વામી નારાયણ મંદિર , લોયાધામ) અને ડાॅ.જ્યોતિર્નાથજી મહારાજના આશીર્વચન સાથે પાંચસો જેટલા યુવાનોએ ત્રીશુળ દિક્ષા ગ્રહણ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution