અબાજી : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિરમાં રવિવારે બપોરના ૧.૩૦ કલાકે શરૂ થયેલી પ્રક્ષાલન વિધિ પુર્ણ કરવામાં આવી છે. મંદિરમાં આ પ્રક્ષાલન વિધિ ખાસ કરીને અમદાવાદનાં સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા ૨૬૮ વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલાં છે. આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને પાણીથી ધોવામાં આવે છે. 

માતાજીનાં શણગારરૂપે પહેરાવાતાના સોના- ચાંદીનાં દાગીનાને મંદિરનાં પવિત્ર જળથી ધોવામાં આવે છે. જે વર્ષ દરમ્યાન આજે પક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવે છે. આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનાં હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે. એમ કહેવાય છેકે છે હમણા સુધી માતાજીના હારમાં આજ સુધી ૧૮૬ તક્તાનો હાર માતાજી પાસે છે. મેળાં દરમીયાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છે.આ યાત્રીકોની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી મંદિરની પવિત્રતાં જાળવવા માટે ખાસ પ્રક્ષાલન વીધી કરવામાં આવે છે.જોકે આજે અંબાજી પંથકમાં પડેલા ભારે વરસાદે મંદિર જ નહી સમગ્ર નગરનું પક્ષાલન કર્યુ હતું.