11, ડિસેમ્બર 2022
વડોદરા, તા.૧૧
વડોદરા શહેરના સરદાર એસ્ટેટ રોડ પર આવેલ ખોડિયારનગર પાસેના નારાયણધામ સોસાયટીમાં કલ્યાણસિંહ રાજપૂત તેમના પરિવાર સાથે રહે છે. તેમનો ભાણિયો સચિન કાલીચરણસિંહ રાજપૂત (ઉં.વ.૧૫) તેની વિધાવા માતાને હેરાન કરતો હોવાથી માતાએ પોતાના પુત્ર સચિનને મામાના ઘરે રહેવા માટે મોકલી આપ્યો હતો. તેના મામા કલ્યાણસિંહ બરોડા બેન્કવેટ હોલ સરદાર એસ્ટેટ પાસે આવેલ એક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે નોકરી કરતા હતા. ે તે વખતે ગેસના સગડા ઉપર મુકેલ કુકર કોઈ કારણોસર ફાટયું હતું. કુકર ફાટવાને કારણે કુકરનું ઢાંકણું ઉછળીને નજીકમાં ઊભેલા ભાણિયા સચિનની છાતીમાં ઘૂસી જતા ઈજા ના પગલે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો.