ગાંધીનગર-

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં લગભગ 47 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેના કારણે આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાય તેવી પણ સંભાવનાઓ દેખાઇ રહી છે. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પાણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી જે બાદ રાજ્યના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાશે નહીં રાજ્ય સરકારે તમામ પ્રકારનું આયોજન કર્યું છે". રાજ્યના જળસંપત્તિ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના અનેક ડેમોમાં 40 ટકા આસપાસનો પાણી છે. પીવાના પાણી માટે ડેમમાં જ એક સ્ટોક કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ અમુક ક્યુસેક પાણીનો ઉપયોગ અને ઈન્ડસ્ટ્રીઝમાં આપવામાં આવશે જ્યારે પ્રથમ મહત્વ પીવાના પાણીને આપવામાં આવી રહ્યું છે જેથી પીવાનાં પાણીનો સ્ટોક પણ અગાઉથી કરી દેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં વરસાદની સંભાવના તો છે પણ વરસાદ પડી નથી રહ્યો જેના કારણે રાજ્યમાં વરસાદની ઘટ છે. અત્યાર સુધી રાજ્યમાં 47 ટકા જ વરસાદ પડ્યો છે, જેને લઈને રાજ્ય સકકાર આયોજન કરી રહી છે.