બોડેલીમાં કોરોનાને હાર આપી સાત દર્દીઓ સાજા થતાં ઉત્સાહ
07, જુલાઈ 2020

બોડેલી, તા.૬ 

બોડેલીની બોડેલી - ઢોકલીયા પબ્લક હોસ્પટલ ખાતેનાં કોવિડ ૧૯ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ ૯ કોરોના દર્દીઓ પૈકી સાત દર્દીઓએ કોરોના સામે લડી કોરોના ને મ્હાત આપતા અધિકારીઓ અને હોસ્પટલના સ્ટાફ દ્વારા દર્દીઓને તાળીઓના ગડગડાટ થી વધાવી લઈ વિદાઈ આપવામાં આવી હતી. જેમને વિદાય અપાઇ તેમાં પીનલબેન દિલીપભાઈ પટેલ - કોસીન્દ્રા, દ્રષ્ટબેન જશુભાઇ પટેલ - કોસીન્દ્રા , કિંજલબેન વિનોદભાઈ બારીયા- જેસીંગપુરા, પ્રવીણભાઈ પ્રતાપભાઈ રાઠવા -શાંતાનગર ,અલીપુરા, ધ્રુવ અશ્વનભાઈ પટેલ - સામ્રાજ્ય સોસાયટી, અલીપુરા, જીગ્નેશભાઈ રમેશભાઈ બારીયા- ધોળીવાવ, સંખેડાનાં સુરેખાબેન સુરેશભાઈ સુથારનો સમાવેશ થાય છે.

છોટાઉદેપુરના કોરોના પોઝિટિવ દર્દી ને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution