વડોદરા-

 વડોદરા ક્રાઈમબ્રાંચે યુટ્યુબર શુભમ મિશ્રાની ધરપકડ કરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુઓમોટો ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. મુંબઈની મહિલા કોમેડિયન અગરીમા જોશુઆને ગંદી ગાળો બોલી ટ્વીટર પર ધમકી આપતી પોસ્ટ શુભમ મિશ્રાએ કરી હતી. મહિલા કોમેડિયને શિવાજી મહારાજ પર જોક કરતા શુભમ મિશ્રા રોષે ભરાયો હતો.

શુભમ મિશ્રા સામે કાર્યવાહી કરવા રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેને ગુજરાતના ડીજીપીને ટ્વીટ કરી આદેશ કર્યો હતો. અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને કાર્યવાહી કરવા માગણી કરી હતી. શુભમ મિશ્રાના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ હજારો ફોલોઅર્સ છે. પોલીસે સોશિયલ મીડિયા ઉપર પણ જાણકારી આપી કે શુભમ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે કહ્યું કે આઈપીસી અને આઈટી એક્ટની યોગ્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે.

મળતી માહીતી મુજબ અનુસાર સોશ્યલ મિડિયા પર અભિનેત્રી સ્વરા ભાસ્કરના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિયો અપલોડ થયેલો હતો. જેમાં શુભમ મિશ્રાએ કોમેડિયન અગ્રીમા જોશુઆને બિભત્સ ગાળો ધાક-ધમકી આપતો અને મહિલાની ગરીમાને હાની પહોચે એવુ બોલતો હોવાનું જણાઇ આવ્યુ હતુ. અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ આરોપીને પકડવા માટે મહારાષ્ટ્ર પોલીસ તથા સરકારને ટ્વીટર પર ટ્વીટ પણ કર્યુ હતુ. શુભમ મિશ્રા વડોદરા સ્થિત હોવાની વિગતો પોલીસને મળી આવતાં પોલીસે તાત્કાલીક વડોદરાના અટલાદરા વિસ્તારમાં નારાયણ વાડી પસે દિપ દર્શન સોસાયટીમાં રહેતા શુભમ રમેશભાઇ મિશ્રાની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

સાયબર ક્રાઇમના પીએસઆઇ કે.સી. રાઠોડ તથા પી.એમ. રાખોલીયા તથા સાયબરની ટીમે આ મામલે શુભમની સામે ફરીયાદ દાખલ કરીને તેની તાત્કાલીક ધરપકડ કરી હતી. શુભમ મિશ્રાના યુટ્યુબ પર અસંખ્યા ફોલોઅર છે. સોશ્યલ મિડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ટીકટોક પર તે છવાયેલો હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગ્રીમા જોશુઆએ ૨૦૧૯માં સ્ટેન્ડ અપ કોમેડીના એક પર્ફોર્મન્સમાં અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક વિશે ટિપ્પણી કરી હતી. એ વિડિયો ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર વહેતો થયો હતો. ત્યારપછી કેટલાક લોકોએ એ ટિપ્પણી દ્વારા શિવાજી મહારાજનું અપમાન થયું હોવાના આક્ષેપ પણ કર્યા હતા. જેનો પણ ભારે વિવાદ ઉઠ્યો હતો.