અરવલ્લી-

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે ત્યારે વધુ એક મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મંગુબેન નીનામાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું મહિલા પોલીસકર્મીના પતી સ્ટેટ રિઝર્વ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતા ભિલોડા પોલીસ સહીત જીલ્લા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એલઆરડી અને ચૂનાખાણના મંગુબેન ગોપાળભાઈ નીનામા પોલીસકર્મીએ પોલીસલાઈનના ક્વાટર્સમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતા જીલ્લા પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ભિલોડા પીઆઈ સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મહિલા પોલીસકર્મી આત્મહત્યા કરવાનું કારણ અકબંધ છે.  ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય મહિલા પોલીસકર્મીઓના જણાવ્યા અનુસાર મંગુબેન નિનામા મહેનતુ અને મળતાવળા સ્વભાવના હતા તેમજ હંમેશા ખુશ રહેતા હતા અન્ય મહિલા પોલીસકર્મીઓ સાથે ટૂંકગાળામાં આત્મીયતા કેળવી લીધી હતી. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ કેમ આવું પગલું ભર્યું,તેણીએ કોઈ સુસાઈડ નોટ લખી છે કે કેમ સહીત ઉંડાણપૂર્વક પોલીસે તપાસ હાથધરી છે