21, જુન 2025
બોટાદ |
1980 |
બોટાદના લાઠીદડ ગામે ભારે વરસાદને કારણે નદીમાં ઈકો ગાડી તણાઈ ગયા બાદ એમાં સવાર પાંચ મુસાફરો લાપતા થયા હતા. એનડીઆરએફની ટીમે નદીમાંથી પાંચેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ભારે વરસાદને કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ઈકો ગાડી તણાઈ હતી. આ કારમાં ડ્રાઈવર સાથે કુલ નવ જણા હતા. જેમાંથી બે જણાને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા.
આ કારમાં બીજા પાંચ મુસાફરો સવાર હતા. જે નદીના પાણીમાં ડૂબી જવાથી લાપતા બન્યા હતા. એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ નદીના ધસમસતા પાણીમાંથી પાંચ મૃતદેહો શોધી કાઢ્યા હતા. આ સાથે નદીમાં કાર તણાઈ જવાની ઘટનાનો કુલ મૃત્યુઆંક સાત થયો હતો.
આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસે પાંચેના મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કાર ડૂબી જવાની ઘટના કદાચ જિલ્લાના ઈતિહાસની પહેલી દુ:ખદ ઘટના હશે.