જમ્મુ-કાશ્મીર: સેનાના અધિકારીએ પોતાને જ ગોળીમારી કર્યો આપઘાત
03, માર્ચ 2021

જમ્મુ-કાશ્મીર-

જમ્મુ-કાશ્મીરથી એક મોટો સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં આર્મીના એક અધિકારીએ ગોળી મારીને આત્મહત્યા કરી છે. સૈન્ય અધિકારીઓએ સમાચારની પુષ્ટિ કરી અને માહિતી આપી. તેમણે કહ્યું છે કે આર્મીના એક અધિકારીએ ગોળીમારી આત્મહત્યા કરી છે. જો કે, આ પાછળનું કારણ શું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. મળતી માહિતી મુજબ મામલો શ્રીનગરનો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સૈન્ય અધિકારીનું નામ સુદિપ ભગતસિંહ કહેવમાં આવી રહ્યું છે.

આ પહેલા પણ આવા જ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં દિલ્હી પોલીસના એક એએસઆઈએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સવારે બની હતી. ઝાખીરા ફ્લાયઓવર નજીક સ્થિત પીસીઆર વાનમાં એએસઆઈએ છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. જે મામલે તપાસ હાથ ધરી છે. સવારે 7:05 વાગ્યે આ આત્મહત્યા મોતીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બુલેટથી ખરાબ રીતે ઘાયલ થયેલ 55 વર્ષિય એએસઆઈ તેજપાલને પીસીઆરના ડ્રાઇવર દ્વારા એબીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમ પીસીઆર વાનની તપાસ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution