જામનગર-

જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તેમજ મુજબ જામનગર SOG દ્વારા વધુ એક ઝોલા છાપ ડોક્ટર પર સિકંજો કસાયો છે, સમગ્ર વિગત જોઈએ તો કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે ડો.કલ્પેશ પટેલ નામના દવાખાનામાં જામનગર SOGની ટીમના પોલીસ હેડ કોન્સટેબલ મયુદીનભાઈ સૈયદ તથા રમેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે ખાનકોટડા ગામે દરોડો પાડ્યો હતો. જેમાં કલ્પેશભાઇ જીવરાજભાઇ ઉમરેટીયા જે જામનગરનો રહેવાસી તેમજ મેડીકલ ડોકટરને લગત કોઇ ડીગ્રી ધરાવતા ન હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપતો હતો અને તેના પાસેથી દવાનો સ્ટોક અને અન્ય મેડિકલી સાધનો સાથે મળી આવ્યા છે. આ શખ્સ વિરૂધ્ધ પોલીસે મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ શખ્સ માત્ર બાર ધોરણ ભણેલો હોવાનું અને જામનગરથી અપડાઉન કરતો હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લામાં થોડા દિવસો પૂર્વ જ માત્ર દસ ધોરણ ભણેલો શખ્સ કે જે જનરલ સ્ટોરમાં ક્લીનિક ચલાવત પકડાયા બાદ વધુ એક બોગસ ડોક્ટર કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામેં ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડ્યો છે.