/
વડોદરા ડિવિઝનથી પહેલી વાર ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના

વડોદરા : પશ્ચિમ રેલ્વે દ્વારા ગઈકાલે વડોદરા થી દિલ્હી ઓક્સિજન ટેંન્કર મોકલવાની હતી. પરતું ખરાબ હવમાનને પગલે ટેન્કરો મોડી પહોંચતા આજે બપોરે ૩ વાગ્યાની આસપાસ ટ્રેન રવાના કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા દેશભરમાં ઓક્સિજનની અછતને પગલે રેલ્વે દ્વારા લિક્વીડ મેડીકલ ઓક્સિજન એક જગ્યા એથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઓક્સીજન ટ્રેનો ચલાવવાની શરુઆત કરવામાં આવી છે. જેમાં વડોદરા ડિવીઝન દ્વારા તા.૧૭ મે નારોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ પ્રથમ વખત વડોદરાથી દિલ્હી કેંટ માટે બે ટેન્કર જેટલો જથ્થો ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેનમાં રવાના કરવામાં આવી હતી. જેમાં ૪૪.૬૬ ટન લિક્લિડ મેડીકલ ઓક્સીજન મોકલવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution