અમદાવાદ-

બ્રિટનમાં કોરોનાનો શરૂ થયેલો નવો સ્ટ્રેઇન માત્ર બ્રિટન સુધી સિમિત નથી રહ્યો. બ્રિટન સહિત ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈટલીમાં નવા સ્ટ્રેનનો ફેલાવો થયો છે. ત્યારે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઈ અમદાવાદમાં ફફડાટ જોવા મળ્યો છે. કેમ કે આજે બ્રિટનથી અમદાવાદ આવેલા મુસાફરોમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બ્રિટનથી 271 મુસાફરોના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 5 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે હજુ કોરોનાના નવા સ્ટ્રેઇન છે કે નહીં તે અંગે પુષ્ટી નથી થઇ. પણ ચિંતાનો વિષય એ છે કે 5 પોઝિટિવ લોકોમાં 1 વ્યક્તિ બ્રિટનના છે.બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે. અહીં કોરોનાનું 70 ટકા વધુ ઘાતક રૂપ સામે આવ્યું છે. તેને લઈને બ્રિટને આકરુ લોકડાઉન લગાવી દીધું છે ત્યારે લોકો બ્રિટનથી બહાર નીકળી રહ્યા છે. તેવામાં હવે બ્રિટનથી દિલ્હી અને કોલકાતા બાદ હવે અમદાવાદ આવનારા 5 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં એક બ્રિટિશ નાગરિક પણ સામેલ છે.