રાજપીપળા,  નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી મામલે સુગર ફેકટરીના સભાસદ કલ્પેશ દેસાઈએ ૭૪(ઝ્ર) બાબતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જે તે સુગર ફેકટરી પોતે જ ચૂંટણી કરશે એના વિરોધમાં તથા ઝોન વાઇઝ ચૂંટણી એટલે કે એક વ્યક્તિ એક મત મામલે કલ્પેશ દેસાઈએ હાઈકોર્ટેમાં પિટિશન દાખલ કરી હતી.નર્મદા ધારીખેડા સુગર ફેકટરીનો મામલો એક તરફ હાઈકોર્ટમાં હતો તો બીજી તરફ નર્મદા ધારીખેડા સુગર ફેકટરી ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું.એ દરમિયાન હાઈકોર્ટે એવો હુકમ કર્યો હતો કે તમે ચૂંટણી ભલે કરો પણ જ્યાં સુધી હાઈકોર્ટનો ર્નિણય ન આવે ત્યાં સુધી મતગણતરી ન કરવી. 

નર્મદા ધારીખેડા સુગર ફેકટરીની ૨૬/૧૦/૨૦૨૦ ના રોજ ચુંટણી યોજાઈ હતી, જાે કે હાઈકોર્ટના હુકમને પગલે છેલ્લા ૩ મહિનાથી મતગણતરી અટવાઈ પડી છે.રાજપીપળા સરકારી હાઈસ્કૂલના એક રૂમમાં મતગણતરીની ૨૫ પેટીઓને બન્નેવ પક્ષના સાક્ષીઓની સહીથી સિલ મારી ત્યાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે.

આ તમામની વચ્ચે નર્મદા ધારીખેડા સુગર ફેકટરીની મત ગણતરી મુદ્દે બન્નેવ પક્ષોએ સમજૂતી કરી હાઈકોર્ટમાં એવી એફિડેવિટ કરી છે કે પિટિશન મુદ્દે જ્યારે ચુકાદો આવશે અને જે ચુકાદો આવશે એ અમને માન્ય છે પણ સભાસદોના હિતને ધ્યાનમાં રાખી એક વાર અટવાઈ પડેલી મત ગણતરી થઈ જવી જાેઈએ.જાે કે હાઈકોર્ટે એમની આ એફિડેવિટને માન્ય રાખી નથી અને કહ્યુ છે કે હાઈકોર્ટના ચુકાદાની રાહ જુઓ.તો હવે ફરીથી મત ગણતરીની આશા પર પાણી ફરી વળ્યુ છે. સામે વાળા પક્ષના વકીલે વાંધો લીધો એટલે હાઈકોર્ટે એફિડેવિટ ફગાવીઃ નરેન્દ્ર પટેલ, ઈન્ચાર્જ સ્ડ્ઢ નર્મદા ધારીખેડા સુગર સુગર ફેકટરી વિરુદ્ધ પિટિશન કરનારા વકીલે હાઈકોર્ટમાં વાંધો લીધો એટલે હાઈ કોર્ટે એફિડેવિટ ફગાવી છે ત્યારે સમજુતીથી એફિડેવિટનો કોઈ મતલબ રેહતો નથી.મતગણતરીની પેટીઓ સાંચવવાનો રોજનો ૮ થી ૧૦ હજાર રૂપિયાનો ખર્ચ સુગર ફેક્ટરીએ ભોગવવો પડે છે.

સુગરના વકીલે એફિડેવિટ થોડીક ખોટી કરી એટલે અમારા વકીલે વાંધો લીધોઃ કલ્પેશ દેસાઈ હાઈકોર્ટમાં પિટિશન કરનારા કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે નર્મદા ધારીખેડા સુગરના વકીલે એફિડેવિટ થોડીક ખોટી તૈયાર કરી હતી.એટલે અગાઉ મેં જે પિટિશન કરી હતી એને એ એફિડેવિટથી નુકશાન થવાની મારા વકીલને સંભાવના લાગી હોવી જાેઈએ એટલે વાંધો લીધો હશે.બાકી મત ગણતરી ન કરવા દેવાનો અમારો કોઈ ઈરાદો ન્હોતો.