વડોદરા , તા.૨૩

વારંવાર વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ વધવાને કારણે શહેરીજનો ઠુંઠવાયા હતા. ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી દસ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા સવારથી જ કડકડતી ઠંડીનો અહેસાસ શહેરીજનોને અનુભવવા મળી રહ્યો છે. જેને કારણે શહેરીજનો ઠેકઠેકાણે માર્ગો પર તાપણું કરતા નજરે પડ્યા હતા.

થોડા દિવસો પહેલાં ભારે ઠંડી બાદ સતત ધટાડા વચ્ચે ફરીથી બર્ફિલા પવન સાથે માવઠું વરસતા હાડ થીજવતી ઠંડી અનુભવવા મળી હતી. વારંવાર કમોસમી માવઠાંના કારણે વાયરલ બિમારીઓમાં પણ વધારો જાેવા મળ્યો હતો. શહેરમાં સમગ્ર દિવસ દરમ્યાન ઉત્તર - પશ્ચિંમ દિશા તરફથી દસ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા.સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયું વાતારણ તો ધડીકમાં તડકો જાેવા મળતા શહેરીજનોએ બેવડીઋતુનો અનુભવ કર્યો હતો. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ સાથે સમગ્ર દિવસ દરમ્યાન ઠંડા પવનના કારણે શહેરીજનો ઠૂઠવાયા હતા. શહેરના વિવિધ માર્ગો પર ઠેકઠેકાણે લોેકો તાપણું કરતા નજરે પડ્યા હતા. શહેરમાં મહત્તમ તાપમાન ૨૨.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાન ૧૬.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૪ ટકાની સાથે સાંજે ૩૬ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૧.૫ મીલીબાર્સની સાથે ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફુકાંયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે બર્ફિલા પવનો ફૂંકાતા રાત્રી દરમ્યાન રાજમાર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા.