નડિયાદ : નડિયાદમાં ડભાણ ભાગોળમાં જવાહર માર્કેટમાં આવેલાં કોમ્પ્લેક્સનો એક તરફના ભાગનો સ્લેબ ધરાશાયી થતાં હડકંપ મચી છે. આ કોમ્પ્લેક્સ જૂનું અને જર્જરિત હોવાથી આ ઘટના બની હતાી. જાેકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વહેલી સવારે બનેલી આ ઘટનાને લઈ આસપાસની દુકાનદારોના જીવ પડીકે બંધાયા હતાં. 

નડિયાદમાં મોટા પ્રમાણમાં જૂની અને જર્જરિત ઇમારતો છે. વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે. સમયાંતરે કોઈને કોઈ વિસ્તારમાં જર્જરિત ઇમારત પડવાની ઘટનાઓ બનતી રહે છે. શનિવારે વહેલી સવારે જવાહર માર્કેટમાં આવેલ કોમ્પ્લેક્સનો એક ભાગનો સ્લેબ થયો ધરાશયી થતાં માર્કેટના વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયાં હતાં. ગુરુવાર અને શુક્રવારે વાતાવરણના પલટાંને કારણે સતત રાત્રે અને દિવસભર વરસેલા વરસાદમાં ઇમારત ભીની થતાં આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.