લુણાવાડા

.લાયન્સ ક્લબ કલેશ્વરી નો સ્થાપના સમારોહ નું ડીસ્ટીકટ ગવર્નર ડી.૩૨૩૨એફ ૧ ખડોદી ના વતની દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ તરીકે ડો.જગદીશ દવે ,મંત્રી તરીકે એડવોકેટ નવનીત ઉપાધ્યાય અને ખજાનચી તરીકે ભાવિન ગાંધી અને આખી લાયન્સ ની ટીમ ની સપથવિધી વડોદરા ના લાયન્સ ના પાસ્ટ ડી.ગવર્નર રમેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.લાયન્સ ક્લબ ગોધરા દ્વારા સ્થાપિત થયેલ ક્લબ નું અધ્યક્ષપદ ગોધરાના પ્રમુખ ગોવર્ધન દાસ્વાની એ શોભાવ્યું હતું.કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે પાસ્ટ મલટીપલ ચેરમેન હાજર રહ્યા હતા. ઉદઘાટક તરીકે બોલતા જે.પી ત્રિવેદી જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી સંસ્થા આ વિસ્તાર માં આવવાથી કલેશ્વરી વિસ્તાર નો વિકાસ થશે ગોધરા થી પેડીજી પ્રભિદયાલ વર્મા,ડો નવનીત ગાંધી ,સત્યેન્દ્ર સોલંકી ,લાયન્સ ક્લબ કલેશ્વરી ના સભ્યો, શાળા ના આચાર્ય કલ્પેશ સેવક ,પૂર્વ આચાર્ય કેએ પંડ્યા , એ બી ત્રિવેદી , ડો.ભાવેશ બુધવાની,હેમંત વર્મા,કનુભાઈ,આજુબાજુ ગામના સરપંચ ,સિકે ત્રિવેદી,સહકારી અગ્રણીઓ હજાર રહ્યા હતા