કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરાના કલાકારોએ રંગોળી ક્ષેત્રે પણ વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી છે. પ્રતિવર્ષ દિવાળી પર્વે શહેરમાં વિવિધ સ્થળે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વરસે કોરોનાના કારણે આદિત્ય ફાઈન આર્ટસ ગ્રૂપ દ્વારા ૯મું રંગોળી પ્રદર્શન ઓનલાઈન યોજવામાં આવ્યું છે. સતત ચાર દિવસ સુધી દિવસ-રાત કલાકારોએ આકર્ષક રંગોળી બનાવીને સોશિયલ મીડિયા પર ઓનલાઈન પ્રદર્શિત કરાઈ છે.