અમરેલી-

અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામે તલનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તલનો પાક બળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.

અમરેલી જિલ્લામાં શરૂઆતથી જ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો છે જેને લઇને ખેડૂતોને ખૂબ જ ખુશી છે વરસાદ સારો થતાં કપાસ મગફળી ચણા નાપાક સારા થયા છે પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષે તલ ના ભાવ સારા મળતા આ વર્ષે રામગઢના ૩૦ જેટલા ખેડૂતોએ તલનું વાવેતર કર્યું પરંતુ તલ ના પાક માં જીવાત આવી જતા તલના છોડ બળવા લાગે છે છોડ બળી જતા ખેડૂતો તલ ના છોડ પોતાના ખેતરમાંથી ખેંચવા લાગ્યા છે જેને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.