વડોદરા  : ૨૦૨૦નું વર્ષ માત્ર ભારત નહીં પરંતુ વિશ્વ મો એક સીમાચિહ્ન રૂપ રહ્યું છે જે હાલ તેની સારી અને ખરાબ યાદો મુકી અને વિદાય થવા જઈ રહ્યું છે. ત્યારે સહજ રંગોળી ગ્રૂપે યાદોને પોતાની રંગોળીઓમાં સજાવી અને એક ઓનલાઈન પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. સહજ રંગોળી ગ્રૂપના કુલ ૧૯ કલાકારો દ્વારા રર રંગોળીનું આયોજન કરાયું છે. જેમાં ર૦ર૦ની અમુક યાદોને સમાવવાની કોશિશ કરવામાં આવી છે. જેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના આ વર્ષના કાર્યો, રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખર્જી, સુષમા સ્વરાજ, યુએસના ફર્સ્ટ લેડી, વાઈસ પ્રેસિડેન્ટ, પં. જસરાજજી, ઈરફાન ખાન, સરોજ ખાન, એસ.પી.બલાસુબ્રમણ્યમ, સોનુ સુદ, ધર્મપાલ ગુલાટી, મારાડોના, ઓસ્ટ્રેલિયન ફાયાર જેવા વિષય સમાવવાની કોશિશ કરી છે, જે ૩૧ ડિસેમ્બરના દિવસે સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્‌સએપ, યૂ-ટયૂબ પર તેમજ ચેનલ ઉપર ઓનલાઈન ખૂલ્લું મૂકવામાં આવશે.