30, જાન્યુઆરી 2021
દિલ્હી-
વોટ્સએપ દ્વારા જ્યારે થી પોતાની નવી પ્રાઇવસી પોલિસી વિષે જાહૅરાત કરવા માં આવેલ છે ત્યાર થી તેના આલ્ટર્નેટ એપ નો ઉપીયોગ લોકો કઈ રીતે કરી રહ્યા છે તેના વિષે હંમેશા ચર્ચા રહે છે. અને આ ત્રેણય એપ કઈ રીતે એક બીજા થી પોતાના ફીચર્સ ની અંદર અલગ અલગ છે તેના વિષે પણ ખુબ જ વાત કરવા માં આવી રહી છે. અને વોટ્સએપ ને મુકવા નો અર્થ છે કે તમે તેના બધા જ ફીચર્સ નો પણ હવે ઉપીયોગ નહિ કરી શકો જેની અંદર એક ફીચર એવું છે કે જેનો ખુબ જ ઉપોયગ કરવા માં આવે છે અને તે છે કોઈ વ્યક્તિ ની સાથે એક ચોક્કસ સમય માટે લાઈવ લોકેશન શેર કરવું.
પરંતુ તમારે ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે ગુગલ મેપ્સ ની અંદર આ પ્રકાર ના લાઈવ લોકેશન ના શેરિંગ માટે નું ફીચર આપવા માં આવે છે અને મોટા ભાગ ના સ્માર્ટફોન ની અંદર ગુગલ મેપ્સ નો ઉપીયોગ કરવા માં આવે છે જેનથી આ એપ ની મદદ થી તમે લાઈવ લોકેશન શેર કરી શકશો. તો તમે ગુગલ મેપ્સ પર બીજા લોકો સાથે કઈ રીતે તમારા લાઈવ લોકેશન ને શેર કરી શકો છો તેના વિષે ના પગલાં નીચે જણાવવા માં આવેલ છે.
- તમારા સ્માર્ટફોન ની અંદર ગુગલ મેપ્સ ને ઓપન કરી અને સાઈન ઈન કરો.
- ત્યાર પછી ટોચ પર જમણી બાજુ પર આપેલા તમારા પ્રોફાઈલ ફોટા પર ક્લિક કરો.
- ત્યાર પછી લોકેશન શેરિંગ પર ક્લિક કરો.
- ત્યાર પછી તમે જે વ્યક્તિ ની સાથે તમારા લોકેશન ને શેર કરવા માંગો છો તે વ્યક્તિ ની પ્રોફાઈલ પર ક્લિક કરો.
- અને તમે કોપી ટુ કલીપ બોર્ડ ના વિકલ્પ ને પણ પસન્દ કરી શકો છો જેની અંદર તમારા લોકેશન ની લિંક ને કોપી કરી દેવા માં આવશે.
- અને ત્યાર પછી તમે તે લિંક ને કોઈ પણ જગ્યા એ ટેક્સ ની જેમ પેસ્ટ કરી અને કોઈ પણ મેસેજિંગ એપ, ઇમેઇલ વગેરે ની અંદર મોકલી અને તમારા લોકેશન ને શેર કરી શકો છો.
- તમે કેટલા સમય માટે તમારા લોકેશન ને શેર કરવા માંગો છો તેને પસન્દ કરો.
- અને ત્યાર પછી શેર પર ક્લિક કરો.