બાયડ : બાયડ તાલુકા આઈસીડીએસ ઘટક ૨ ના સીડીપીઓ શ્રીમતી મીતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામા આવેલા સૂત્ર “સહી પોષણ દેશ રોશનને સાકાર કરતો કાર્યક્રમ જીતપુર ગામે આવેલી ચાર આંગણવાડીની કાર્યકર તેમજ તેડાગર બહેનોના સહિયારા પ્રયાસથી પોષણ સલાડ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. “સહી પોષણ દેશ રોશન” જયારે પૂરતું પોષણ મળશે ત્યારે જ દેશમાં કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓમા કુપોષણ દૂર થશે. ત્યારે જ તંદુરસ્ત જીવન થશે. આ માટે આઈસી ડીએસ શાખા દ્વારા અવારનવાર કુપોષણ નાબૂદ કરવા માટે નવા નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા હોઈ છે. જે અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.  

કોરોના મહામારીમાં પણ પોષણ માસને ખુબજ પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. કોરોના વાઇરસથી બચવાં સ્વચ્છ અને પૌષ્ટિક આહાર લેવો ખુબજ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપેલ સૂત્ર “સહી પોષણ દેશ રોશન “ ને ધ્યાને લઈ આજે જીતપુર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રોમા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના સહિયારા સાથથી પોષણ સલાડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગ તેમજ માસ્કના પાલન સાથે સીડીપીઓ મીતાબેન પટેલ અને સુપરવાઇઝર અલ્કાબેન ભગતના સચોટ માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. આંગણવાડીમાં કિશોરી રેલી પોષણ અંગે તેમજ હેન્ડવોશ કરી ખુબજ સુંદર રીતે ફળ, કઠોળ, શાકભાજી તેમજ લીલી ભાજીનો ઉપયોગ કરીને પોષણ સલાડ બનાવીને તેમાંથી મળતા વિટામિન અને પોષક તત્વો વિષે સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓને યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું