02, મે 2025
સુરત, સુરત શહેરમાં સારોલી ખાતે રહેતી ૧૯ વર્ષીય મોડેલિંગએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોડેલિંગએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. જ્યારે યુવતી મોડેલિંગના કામ અર્થે સુરતમાં ચારેક દિવસ પહેલા જ આવીને મોડેલિંગનું કામ કરતી તેની ત્રણ બહેનપણી સાથે રહેતી હતી. સારોલી પાસે કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસીડેન્સીમાં ૧૯ વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. અને તેમનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવીને બહેનપણી સાથે રહેતી હતી. દરમિયાન આજે શુક્રવારે બપોરે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની સાથે રહેતી બહેનપણીએ સુખપ્રીતને લટકેલી હાલતમાં જાેતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ મોકલ્યો હતો.