પંચમહાલ જીલ્લામાં ચાર જેટલા પરિક્ષા કેન્દ્રો પર આજે નીટની પરીક્ષા
03, મે 2025 ગોધરા   |  



પંચમહાલ જીલ્લાના ગોધરાશહેર ખાતે આવતીકાલે નીટની પરિક્ષા યોજાવાની છે .જેના લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામા આવી છે. પંચમહાલ જીલ્લામાં ચાર જેટલા પરિક્ષા કેન્દ્રો ઉભા કરવામા આવ્યા છે. જ્યા પરિક્ષાર્થીઓ પરિક્ષા આપશે.

મેડીકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી એવી નીટની પરિક્ષા આવતી કાલે ગોધરા શહેરના પરિક્ષા કેન્દ્રો પર યોજાશે.ચાર પરિક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરિક્ષા યોજાવાની છે. પરિક્ષા કેન્દ્રોમા કોઈ ગતિવિધી ના થાય તે માટે ખાસ વ્યવસ્થા આ વખતે કરવામા આવી છે. જીલ્લા કલેકટર આશીષ કુમાર દ્વારા પરિક્ષા કેન્દ્રની મુલાકાત કરી હતી.અને પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો. પરિક્ષા કેન્દ્રોની બહાર જાહેરનામુ પણ બહાર પાડવામા આવ્યુ છે. પરિક્ષા કેન્દ્રોમાં સેન્ટ આર્લોન્ડ હાઈસ્કુલ, સરકારી પોલીટેકનીકલ કોલેજ, સરકારી ઈજનેરી કોલેજ, પીએમ જવાહર નવોદય શાળા વેજલ પુર ખાતે રાખવામા આવ્યા છે. પરિક્ષા કેન્દ્રોની બહાર ઘોઘાટ ના થાય અને ખાસ કરીને લાઉડ સ્પીકરનો કોઈ ઉપયોગ ના કરે તેને લઈને પણ જાહેરનામામા પ્રતિબંધ ફરમાવાયો છે.જાહેરનામાનો ભંગ કરનારાને કાર્યવાહી કરવામા આવશે.સેન્ટ આર્લોન્ડ શાળા ખાતે ૭૨૦ તેમજ સરકારી ઈજનેરી કોલેજ ખાતે ૬૦૦,પોલીટેકનીક કોલેજ ખાતે ૩૬૦ જવાહર નવોદય ખાતે ૪૨૮ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution